બારડોલીના બાબેન ગામનો આયુષ પ્રેમનારાયણ પાંડે ગુજરાતનો ડંકો વગાડ્યો
થાઈલેન્ડ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કરાટે તાલીમ શિબિરમાં જોડાયા.
સુરત જિલ્લાના બારડોલી શહેરમાંથી બે પ્રતિનિધિઓએ ભાગ લીધો
બારડોલી શહેરના બે પ્રતિનિધિઓ થાઈલેન્ડમાં આંતરરાષ્ટ્રીય કરાટે સેમિનારમાં જોડાયા હતા ત્યારે થાઈલેન્ડના પટાયામાં 19થી 22 મે, 2025 દરમ્યાન આયોજિત આંતરરાષ્ટ્રીય કરાટે તાલીમ શિબિરમાં ભારતના ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના બારડોલી શહેરમાંથી બે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આ શિબિરમાં Shorin Kempo Karate Kai Ken Karate શૈલી હેઠળ તાલીમ આપવામાં આવી હતી. ભારત તરફથી ભાગ લેનારા પ્રતિનિધિઓમાં શિહાન પ્રેમનારાયણ પાંડે (કોચ) અને તેમના પુત્ર તથા શિષ્ય આયુષ પ્રેમનારાયણ પાંડે સામેલ રહ્યા હતા. આ તાલીમ શિબિર થકી તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનાર વિવિધ સ્પર્ધાઓ માટે તૈયારી હાથ ધરી છે, જેમાં ખાસ કરીને –જાપાન એથ્લેટિક કપ – નવેમ્બર 2025, વર્લ્ડ કપ – 2026 (બેંકોક, થાઈલેન્ડ) અને ઈરાનમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જવા માટે ભારતના પ્રતિનિધિઓ તરીકે પસંદગી માટે તેઓ તૈયાર છે. આ સિદ્ધિ માત્ર બારડોલી શહેર માટે જ નહિ, પરંતુ આખા ભારત માટે ગૌરવની બાબત છે. આવા પ્રતિભાશાળી ખેલાડીઓ અને કોચિસને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ગ મળે તે માટે તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા આવ્યા.