બારડોલીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી
વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાય
કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
સુરત જીલ્લાના બારડોલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી .
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું .જે સંદર્ભે આજરોજ સુરત જીલ્લાના બારડોલી ખાતે બારડોલી નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની વર્ચ્યુલ ઉપસ્થિતિ માં માજી કેબીનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી બારડોલીના વામદોત હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી .જેમાં બારડોલી પ્રાંત જીજ્ઞા પરમાર ,પાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, બારડોલી પાલિકા ચીફ ઓફિસર મિલન પલસાણા સહીત મોટી સંખ્યામાં નગરજનો , સામાજિક અગ્રણીઓ ,દીવ્યંગો , બારડોલી નગર પાલિકા ના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ હાજર રહી વિવિધ યોગાસન કરી આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા.