સુરતમાં ભારે વરસાદથી રસ્તા ધોવાયા બાદ તંત્ર એક્શનમાં
મેયરની અધ્યક્ષમાં પાલિકા અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓની બેઠક મળી.
શહેર રોડ ધોવાણ મામલે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો
સુરતમાં પ્રથમ વરસાદે જ રસ્તાઓનુ ધોવાણ થયુ હોય જેને લઈ સુરતના મેયર દ્વારા પાલિકાના અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓ સાથે મીટીંગ કરાઈ હતી.
સુરત શહેર રોડ ધોવાણ મામલે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે સુરતના મેયરની અધ્યક્ષમાં પાલિકા અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓ સાથે મિટિંગનુ આયોજન કરાયુ હતું જેમાં મેયર સાથે પાલિકા કમિશનર, ડે મેયર,અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતનાઓ હાજર રહ્યા હતાં.તો મેયર દ્વારા 3 થી 4 દિવસનું અલ્ટીમેટમ અધિકારીઓને આપ્યું છે. રોડના ખાડા અને ડ્રેનેજની કામગીરી સંપૂર્ણ કરવા સૂચના અપાઈ છે સાથે રોડ પર ટ્રાફિક ના થાય તેવી રીતે રીપેરીંગ કરવા સૂચના આપી છે. મેટ્રો ના અધિકારીઓ કામગીરી નહીં કરેતો ગુજરાત સરકારને જાણ કરાશે તેમ પણ મેયરે કહ્યુ હતુ સાથે દર 15 દિવસે રીવ્યુ મિટિંગ કરી રિપોર્ટ પણ માંગવામાં આવશે તેમ પણ કહ્યુ હતું.