સુરતમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ
હોટલ માલિકને તમાચા માર્યા હોવાનો પણ વિડીયોમાં કેદ
હોટલ મોડા સુધી ખૂલી રહેતા દુકાનદારને માર્યો માર
સમગ્ર ઘટનાના સીસીટીવીમાં થઈ કેદ
સુરતમાં હાલ સોશીયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હોટલ માલિકને પોલીસ કર્મચારીએ લાફો માર્યો હોવાનુ દેખાય છે તો આ વિડીયો લાલગેટ વિસ્તારનો હોવાના ઉલ્લેખ સાથે વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
સુરતમાં સોશીયલ મીડિયામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે ત્યારે હાલમાં એક પોલીસ કર્મચારીનો વિડીયો સામે આવ્યો છે. સુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનો વિડીયો હોવાના ઉલ્લેખ સાથે વાયરલ કરાયો છે. આ વિડીયોમાં પોલીસ સ્ટાફનો હોટલમાલિક સાથે ગેર વર્તન જોવા મળ્યો છે. હોટલ માલિકને તમાચા માર્યા હોવાનો પણ વિડીયોમાં કેદ થયુ છે. હાલ તો આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.