સુરતમાં પોલીસે ચોર પતિની ધરપકડ કરી
પતિ પત્નિના લાખો રૂપિયાના દાગીના વેંચી શેર બજારમાં લગાવ્યા
41 લાખ 23 હજારની કિંમતના સોનાના દાગીના વેંચી કાઢી હતી
પત્નિના લાખો રૂપિયાના દાગીના વેંચી શેર બજારમાં હારી ગયેલા પતિ સામે પત્નિએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોર પતિની ધરપકડ કરી હતી.
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પ્રિયંકાબેન રાઠોડ નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ હરિકૃષ્ણ ભગવાનસિંહ પરમારએ તેઓના ઘરમાંથી તેઓના આશરે 41 લાખ 23 હજારની કિંમતના સોનાના દાગીના વેંચી કાઢી તે રૂપિયાથી શેર બજારમાં રૂપિયા લગાવ્યા હતા જ્યાં રૂપિયા ડીબી ગયા છે. બનાવને લઈ તાત્કાલિક અડાજણ પોલીસે ગુનો નોંધી પત્નિના લાખોના દાગીના ચોરી કરી વેંચી કાઢી શેર બજારમાં હારી ગયેલા પતિ હરિકૃષ્ણ ભગવાનસિંહ પરમારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.