દાહોદ: જેલ મુક્ત થયા બાદ કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ
મનરેગા કૌભાંડ માં મંત્રીના બંને પુત્રોને જામીન મળી હતી
79 પૈકી 21 કામો કાગળ પર પૂર્ણ બતાવી બિલ પાસ કરાવ્યા
દાહોદ સહિત રાજકીય ક્ષેત્રોમાં ખડખડાટ મચી ગઇ હતી
દાહોદ મનરેગા કૌભાંડ માં મંત્રી ના બંને પુત્રો જેલ મુક્ત થયા બાદ કિરણ ખાબડ ની જેલ બહારથી ધરપકડ
દાહોદ દેવગઢ બારીયા ના બહું-ચર્ચિત મનરેગા કૌભાંડ માં લવારીયા માં કિરણ ની ભૂમિકા સામે આવી 79 પૈકી 21 કામો કાગળ પર પૂર્ણ બતાવી બિલ પાસ કરાવ્યા
દાહોદમાં મનરેગા કૌભાંડમાં કોર્ટમાં જામીન અરજી મામલે ભારે ઉતાર ચઢાવ બાદ આખરે બંને મંત્રી પુત્રોને જામીન મળ્યા બાદ જેલ મુક્ત થવાની વેળાએ પોલીસે મંત્રી પુત્ર કિરણ ખાબડ ની જેલ બહારથી પોલીસે ધરપકડ કરી લેતા દાહોદ સહિત રાજકીય ક્ષેત્રોમાં ખડખડાટ મચી ગઇ હતી જેમાં દેવગઢ બારીયા ના લવારીયા ગામે મનરેગાના 79 જેટલા કામોમાં 21 કામો કાગળ પર બતાવી મંત્રી પુત્રે બિલ પાસ કરાવી કોભાંડ આચાર્ય હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે દાહોદ જિલ્લાના બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે બી ડિવિઝન માં ફરિયાદ દાખલ કરી રાજ્ય કક્ષા ના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ કરી હતી જેમાં બળવંત ખાબડની રાજ કન્સ્ટ્રક્શન મનરેગા ના નવ કરોડ ઉપરાંતના કામો કર્યા હતા તેમજ કિરણ ખાબડની શ્રી રાજ એન્ટરપ્રાઇઝ દ્વારા 22 કરોડના કામો કાગળ ઉપર બતાવી બંને મંત્રી પુત્રોએ 30 કરોડ ઉપરાંત આચાર્યો હોવાનું સામે આવ્યું હતું જેમાં પોલીસે બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા ત્યારબાદ ગઈકાલે સાંજે બંને મંત્રી પુત્રોના દાહોદની કોર્ટે 50 હજાર ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરતા પોલીસે આ જામીન સામે સ્ટે મેળવી હતી જેમાં આજે સુનાવણી બાદ કોર્ટે પોલીસને જામીન અરજી રદ કરવાનો બંને મંત્રી પુત્રને જમીન મંજુર કર્યા હતા જે બાદ સાંજે સબ જેલ ખાતે બંને મનથી મંત્રી પુત્રો જેલ મુક્ત થયા પોલીસે બળવંત ખાબડ ને જવા દીધો જ્યારે કિરણ ખાબડને ધરપકડ કરી લીધી છે દેવગઢબારિયા લવારીયા ગામે મનરેગા કૌભાંડ આચરાયો હોવાની રજૂઆત તત્કાલીન ડીડીઓ ઉત્સવ ગૌતમ ને મળી હતી જે બાદ જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર લવારીયા ગામે મનરેગા કામોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 79 કામોમાંથી 21 કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી ગેરરીતિ આચરી હોવાનું તપાસમાં બહાર આવતા જે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ drda નિયામકને તત્કાલીન કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારીયા કાંતિભાઈ ધનસુખભાઈ ને ફરજ મુક્ત કર્યા હતા લવારીયા ગામે મનરેગાના 21 કામોમાં 18.41 લાખનું કૌભાંડ આચાર્યો હોવાનું જે તે સમયે સામે આવ્યો હતો જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી, હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે…સુરેશ કાપડિયા દાહોદ