સુરતના મેયરે ખાડી કિનારે આવેલા ઝીંગા તળાવોના દબાણોને દુર કરવા કલેકટરને પત્ર લખી
કોંગ્રેસ નેતા અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે પણ પ્રતિક્રિયા આપી
સુરતના મેયરે ખાડી કિનારે આવેલા ઝીંગા તળાવોના દબાણોને દુર કરવા કલેકટરને પત્ર લખી કોંગ્રેસ નેતા અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે પણ પ્રતિક્રિયા આપી હતી.
સુરતના મેયર દક્ષેશ માવાણીએ ભીમપોર સહિતના વિસ્તારોમાં ઝીંગા તળાવ ના દબાણો દુર કરવા સુરત કલેકટરને પત્ર લખ્યો હોય આ મામલે જાણે હવે રાજકીય માહોલ શરૂ થયો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ગેરકાયદે ઝીંગા તળાવો પાણીના વહેણને નડતરરૂપ હોય ગેરકાયદે ઝીંગા તળાવના કારણે ખાડીપુરની સમસ્યા મેયર દક્ષેશ માવાણીના પત્ર અંગે ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શન નાયકની પ્રતિક્રિયા આપી હતી. વર્ષોથી શહેરના 16000 વિધા જમીનમાં ઝીંગાના ગેરકાયદે દબાણો છે. અગાઉ પણ પ્રભારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દબાણો દૂર કરવા આદેશ કરાયા હતાં જો કે તેમ છતાં તંત્ર દ્વારા દબાણ દૂર નહીં કરાયા હોવાના આક્ષેપો દર્શન નાયકે કર્યા હતાં.