અમરેલી જેલના 5 આજીવન કેદીઓને મુક્તિ.

Featured Video Play Icon
Spread the love

અમરેલી જેલના 5 આજીવન કેદીઓને મુક્તિ.
જેલના કેદીઓને સારા વર્તુણ બદલ મુક્તિ.
15 વર્ષ બાદ સારા વર્તન બદલ સરકારનો નિર્ણય.

અમરેલી જિલ્લા જેલના5 પાકા કેદીઓને 15 વર્ષથી સજા ભોગવી રહ્યા હતા. આજીવન કેદના કેદીઓને સારા વર્તુણ બદલ ગૃહ વિભાગ દ્વારા મુક્તિ આપતા જિલ્લા જેલ બહાર ભાવુક દ્રશ્યો સર્જાયા પરિવાર ભેટી પડ્યા હતા.

ગુજરાત રાજ્ય સરકારના ગૃહવિભાગના હુકમ તથા ભારતીય નાગરિક સુરક્ષા સહિંતા 2023ની કલમ 473 અને 475 હેઠળ રાજય સરકારને પ્રાપ્ત સતાનો ઉપયોગ કરી અમરેલી જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા 5 પાકા કેદીઓ તેમની આજીવન કેદની સજા માફ કરી વહેલી તકે મુક્તિ આપવામાં આવી છે. 15 વર્ષથી હત્યાના આરોપમા જેલવાસ ભોગવી રહ્યા હતા. પરંતુ જેલવાસ દરમ્યાન તેમના વર્તુણ સહિત બાબતે નોંધ લેવાતી હોય છે. સારી વર્તુણ સહિત બાબતે નિર્ણય રાજય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા હકારાત્મક અભિપ્રાય અને પ્રયત્નોના પરિણામે લેવામા આવ્યો છે. કેદીઓને સમજમા પુનઃ સ્થાપન કરવા માટેની માનવતાવાદી દષ્ટિ સાથે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લા જેલમાંથી સત્તાવાર રીતે 5 પાકા કામના કેદીને મુક્ત કરવામાં આવ્યા છે.આજ સુધી 15 વર્ષથી સજા ભોગવતા હતા. હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતા હતા, આજે પરિવાર સાથે મિલન થયું છે. જેમાં ભાવુક દ્રશ્યો સર્જાયા કેમ કે આ 14 વર્ષ કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉમટી પડ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *