જળતાંડવ વચ્ચે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત.

Featured Video Play Icon
Spread the love

જળતાંડવ વચ્ચે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત.
વીજળી, પૂર, ભારે પવન, દીવાલ પડતા કુલ 18 લોકોના મોત.
120 લોકોનું રેસ્ક્યૂ સાથે 584 લોકોનું સ્થળાંતર કરતા ગંભીર પરિસ્થિતિ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતે જ ભારે વરસાદે તબાહી મચાવી છે. જેમાં 18 લોકોના મોત થયા છે અને 120 લોકોનું રેસ્ક્યૂ સાથે 584 લોકોનું સ્થળાંતર કરતા ગંભીર પરિસ્થિતિનો સંકેત આપે છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોની તૈનાતી અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં સામાન્ય તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. NDRFની 12 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

બીજી ગઇકાલે બોટાદમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. બરવાળા,રાણપુર, ગઢડામાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સાંજના 6 વાગ્યા સુધીમાં બોટાદ શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. જ્યોતિગ્રામ સર્કલ પાસે તો ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યહાર બંધ કરવો પડ્યો હતો. સચિન વિલા સોસાયટીમાં પાણી ભરાતા ટ્રેક્ટરથી રહીશોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા.
ભાવનગર રોડ પરની સોસાયટીઓમાં તો કમરસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું હતું. બોટાદના સુખભાદર ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *