અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 190 ડીએનએ મેચ થયા અને 159 મૃતદેહ સોંપાયા
જીવિત બચેલા વિશ્વાસને ગત મોડી સાંજે રજા અપાઈ,
સિવિલમાં દાખલ 7 દર્દીઓમાંથી વધુ એકનું મૃત્યુ
ભોજન માટે નવી મેસ બિલ્ડિંગ બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાશે
અમદાવાદમાં તારીખ 12 જૂને બપોરે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયાને આજે 6 દિવસ વિતી ચૂક્યા છે. આજે સાતમાં દિવસે પણ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. 18 જૂન 2025ના રોજ સવારે 10:45 વાગ્યા સુધીના અપડેટ મુજબ, કુલ 190 ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. આ પૈકી, 159 મૃતદેહ સોંપાયા છે અને 33 મૃતદેહ સોંપવાના બાકી છે, જેમાંથી 15 મૃતદેહના પરિવારજનો અન્ય મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશમાં જીવિત રહેલા એક માત્ર પ્રવાસી વિશ્વાસને ગત મોડી સાંજે રજા આપી દેવામાં આવી છે. વિશ્વાસ AI અને હોસ્પિટલ સાથે કનેક્ટ હતો. જ્યારે વિશ્વાસના ભાઈના પાર્થિવ દેહને 2 વાગ્યા આસપાસ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. 3 પરિવારે મિસિંગની ફરિયાદ કરી છે. સિવિલમાં 7 દર્દી દાખલ છે. વધુ એક દર્દીનું સારવાર દરમિયાન કાલે સાંજે મોત થયું છે. સવારે 10:45 વાગ્યા આસપાસ 190 DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. આ પૈકી 159 મૃતદેહ પરિવારને સોંપાયા છે
અમદાવાદમાં બી. જે. મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલ પર થયેલા કરુણ પ્લેન ક્રેશના મામલે ડીન મીનાક્ષી પરીખે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આગામી 23 તારીખથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર ફરી શરૂ થશે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતો માટે 24 તારીખે પ્રાર્થના સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઘટનામાં UG (અંડર ગ્રેજ્યુએટ) વિદ્યાર્થીઓની જમવાની જગ્યા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે, જ્યારે PG (પોસ્ટગ્રેજ્યુએટ) વિદ્યાર્થીઓની અતુલ્યમમાં રહેવાની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા પ્રભાવિત થઈ છે, તેમના માટે રૂમો ભાડે રાખીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
વિમાન દુર્ઘટનામાં 125 ભારતીય, 4 પોર્ટુગીઝ, 27 બ્રિટિશ અને 1 કેનેડિયન નાગરિકતા ધરાવતા મુસાફરના મૃતદેહ સોંપી દેવાયા છે. જ્યારે 2 વિદેશી નાગરિકોના મૃતદેહ વિદેશ મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ અત્યાર સુધીમાં 139 લોકોના ડેથ સર્ટિફિકેટ પણ ઈસ્યૂ કરી દેવામાં આવ્યા છે. પ્લેન ક્રેશમાં જે લોકોના મોત નિપજ્યા છે તેમાં UKના નાગરિકો પણ હોય UK ગર્વમેન્ટની એક ટીમ મંગળવારે અમદાવાદ આવી પહોંચી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી