સુરતમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો
સુરત પોલીસે ગુનેગારને બોલાવી તેમની ભાષામાં સમજાવ્યા,
પોલીસની તમારી પર સતત નજર છે : સુરત પોલીસે

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર જોવા મળે છે ત્યારે સુરતમાં ડીસીપી ઝોન વન દ્વારા પોતાના વિસ્તારમાં આવતા તમામ પોલીસ મથકના આરોપીઓને પુણા પોલીસ મથકે બોલાવી તમામને કાયદામાં રહેવા સુચન અપાઈ હતી. અને ગુનાઓને કારણે કોઈ નોકરી ન આપતા હોય તો અમને જાણ કરવા પણ જણાવ્યુ હતું.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો આતંક વધતા હવે પોલીસે ફરી અસામાજિક તત્વો પર લાલ આંખ કરી છે. ત્યારે સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન વન ની ટીમ દ્વારા અસામાજિક તત્વો પર તવાઈ બોલાવાઈ હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતનાં સુચના અન્વયે અને સેક્ટર વન વાબાંગ જામીરના માર્ગદર્શન હેઠળ ડી.સી.પી. ઝોન વન અશોકકુમાર અને એસીપી એ ડિવિઝન વિપુલ પટેલ તથા એસીપી બી ડિવિઝન પીકે. પટેલ દ્વારા ઝોન વનમાં આવતા તમામ પોલીસ મથકો જેમાં વરાછા, પુણા, સારોલી, કાપોદ્રા, સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફની હાજરીમાં તમામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓને પુણા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત કરી તેઓને સૂચનાઓ આપવામાં આવી હતી કે તમે પોલીસની નજર હેઠળ છો જો કોઈ અન્ય ગુના કરવાની કોશિશ કરી તો કડકમાં કડક પૂજા કરવામાં આવશે અને સાથે સાથે તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે તમારે કોઈ જગ્યા પર નોકરી કરવી હોય અને તમને આ કેસના કારણે નોકરી ન આપતા હોય તો અમને જાણ કરવી તો અમે તમને મદદ કરશું. કોઈ વ્યસન કરતા હોય અને ન છૂટતો હોય તો પણ અમને જાણ કરવી કે અમે તમને નશો છોડવા માંગતા હોય તો તમને પોલીસ એમાં પણ સપોટ કરશે. પણ એટલું ધ્યાન રાખજો કે ફરીવાર જો કોઈ ગુનો કર્યો તો પોલીસને નજર તમારી ઉપર જ છે સુધરી જાઓ સુધરવા માટે અમે તમને પૂરેપૂરો સાથ આપશુ નહીંતર કાયદો કાયદાનું કામ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *