સુરતમાં શંકાસ્પદ મોતની ઘટનાઓમાં વધારો
ગુમ થયેલા યુવાનની ખુલ્લી ગટરમાંથી લાશ મળી
યુવકની બાઈક અને તે ખુલ્લી ગટરમાંથી મળી આવ્યા
સુરતમાં શંકાસ્પદ મોતની ઘટનાઓ વધી રહી છે તેમ લાગે છે. કારણ કે હજીરા વિસ્તારમાંથી છેલ્લા 24 કલાકથી ગુમ થયેલા યુવાનની ખુલ્લી ગટરમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી.
સુરતમાં શંકાસ્પદ મોતની ઘટનાઓ બની રહી છે ત્યારે હજીરા વિસ્તારમાંથી ગુમ યુવાનની લાશ મળી આવી હતી. વાત એમ છે કે સુરતના હજીરા વિસ્તારમાંથી ફુડ ડીલેવરી મેન ગુમ થયો હતો. 24 કલાકથી ગુમ થયેલા યુવાનની શોધખોળ કરાઈ હતી જો કે યુવાનની બાઈક અને તે ખુલ્લી ગટરમાંથી મળી આવ્યા હતાં. ખુલ્લી ગટરમાં પડી જવાથી યુવાનનું મોત થયુ હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે યુવાનની શંકાસ્પદ લાશ મળવાની ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.