જમ્મુ કાશ્મીરના રામબનમાં સીએમ ઓમર અબ્દુલ્લા સામે વિફર્યા લોકો.

Featured Video Play Icon
Spread the love

જમ્મુ કાશ્મીરના રામબનમાં સીએમ ઓમર અબ્દુલ્લા સામે વિફર્યા લોકો.
રામબનમાં આવેલી આપદા બાદ મુલાકાતે પહોંચ્યા હતા સીએમ
3 દિવસ પહેલા રામબનમાં વાદળ ફાટતાં તબાહી
મહિલાઓએ કહ્યું- પૂર અને ભૂસ્ખલનથી અમારું જીવન બરબાદ થઈ ગયું

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના રામબનમાં સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની કાર રોકી હતી. મહિલાઓ કારની સામે આવી અને હાથ જોડીને રડવા લાગી. લોકોએ કહ્યું કે ભૂસ્ખલન અને પૂર પછી અમારું જીવન બરબાદ થઈ ગયું છે

જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું અને પર્વતનો કાટમાળ ગામમાં ફેલાઈ ગયો. રામબનના બનિહાલ વિસ્તારમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. આ કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો હતો. લોકો કહેવા લાગ્યા, મુખ્યમંત્રીશ્રી, કૃપા કરીને 2 મિનિટ વાત કરો. ઓમરે પોતાની કારની બારી ખોલી અને લોકોની સમસ્યાઓ સાંભળી. રામ બાનમાં 2 દિવસ પહેલા વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા હતા. પોલીસે લગભગ 100 લોકોને બચાવ્યા. વાદળ ફાટવાનો અર્થ એ છે કે ખૂબ જ થોડા સમયમાં ભારે વરસાદ. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સોમવારે પરિસ્થિતિનો તાગ મેળવવા રામબન પહોંચ્યા હતા. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ફ્લાઇટને મંજૂરી ન મળતાં ઓમર રોડ માર્ગે રામબન આવ્યા હતા. તેઓ સાંજે લગભગ 5.30 વાગ્યે રામબન પહોંચ્યા અને પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા પગપાળા નીકળ્યા હતા.

ભયાનક ઘટનાને નજરે જોનારે કહ્યું હતું જમ્મુથી શ્રીનગર જતી વખતે ભારે વરસાદ પડ્યો તેથી હું રામબન ખાતે રોકાયો. શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ મેં હોટેલમાં ચેક ઇન કર્યું. હું સવારે લગભગ ૩ વાગ્યે કોઈ અવાજથી જાગી ગયો. જ્યારે હું હોટેલમાંથી નીચે આવ્યો ત્યારે મેં જોયું કે પાણી ઝડપથી વધી રહ્યું હતું. નીચેના માળે રહેતો સ્ટાફ હોટેલ છોડીને ભાગી ગયો હતો, અને અમે બધા અટવાઈ ગયા હતા. હોટલ તરફ ઈશારો કરતા નજરેજોનારે કહ્યું કે આ હોટલ ત્રણ માળની છે. તેના બે માળ કાટમાળ નીચે દટાયેલા છે. આ ત્રીજા માળનું દૃશ્ય છે. કાટમાળ નીચે લગભગ 8-10 વાહનો દટાયા છે. મેં 15 દિવસ પહેલા જ નવી કાર ખરીદી હતી, તે પણ કાટમાળ નીચે દટાયેલી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *