માંડવી જાહેર શૌચાલય નિર્માણ અંગે ખાતમુરત કરાયું.
હાઇવે પર અવર-જવર કરતા લોકોને મળશે લાભ
ખાતમુરત સર્વે કોર્પોરેટરો હાજર રહ્યા
માંડવી નગરપાલિકા દ્વારા અંબાજીનાકા ખાતે જાહેર શૌચાલય નિર્માણ અંગે ખાતમુરત કરાયું.
માંડવી નગરપાલિકા દ્વારા અંબાજી નાકા ખાતે જાહેર શૌચાલયનું નિર્માણ કરવા તારીખ 31 મે 2025 ના રોજ સવારે 10:00 કલાકે ખાતમુરત કરવામાં આવ્યું. જેમાં સર્વે કોર્પોરેટરો હાજર રહ્યા હતા માંડવી નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષશ્રી, બાંધકામ સમિતિ અધ્યક્ષ અને આરોગ્ય સમિતિ અધ્યક્ષ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે દરમિયાન પાલિકા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, અધ્યક્ષ રંજનાબેન મરાઠે, મીતાબેન શાહ રાજમીનભાઇ અને પ્રતિકભાઈ પણ હાજર રહ્યા હતા તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ખાતમુરત પૂર્ણ કરવામાં આવ્યું. જાહેર શૌચાલયનું કામ 15 માં નાણાપંચ માંથી આયોજન કરી લોકોની સુવિધા માટે તેમજ હાઇવે પર અવર-જવર કરતા લોકોની સુખાકારી માટે માંડવી નગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવેલ છે