વીજ કંપનીનો નાયબ ઇજનેર કચેરીમાં જ રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયો
નવા વીજકનેક્શન માટે અરજી મંજૂર કરવા બદલ લાંચ માગી હતી.
સુરત ગ્રામ્ય એ.સી.બી. દ્વારા કડોદરા DGVCLના નાયબ ઇજનેર રવીશકુમાર છોટકુન રામ (ઉ.વ. 38)ને ₹10,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ટીમે એક જાગૃત નાગરિકના સહયોગથી પાર પાડયું હતું.
ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં વીજ કનેક્શન મેળવવાના કોન્ટ્રાક્ટનું કામ કરતા ફરિયાદી દ્વારા કડોદરા-2 પેટા વિભાગીય કચેરી, DGVCL, કડોદરા ખાતેલાંચિયો ઇજનેર કનેક્શનની અરજીને મંજૂર કરવાના બદલામાં આરોપી નાયબ ઇજનેર રવીશકુમાર રામે પ્રતિ વીજ કનેક્શન ₹5,000 લેખે, કુલ બે વીજ કનેક્શનની અરજીઓ મંજૂર કરવા માટે ₹10,000ની લાંચેનીમાંગણી કરી હતી. આ લાંચની માંગણી અંગે ફરિયાદી દ્વારા સુરત ગ્રામ્ય એ.સી.બી.નો સંપર્ક કરવામાં આવ્યો હતો. એ.સી.બી. ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, પ્લાનિંગ કર્યું અને તા. 30 મે, મેળવવા માટે 2025ના રોજ છટકું ગોઠવી અરજી કરી નાયબ ઈજનેર રવીશકુમાર હતી. આ વીજ રામને તેમની કડોદરા સબ સ્ટેશન કમ્પાઉન્ડ સ્થિત ઓફિસમાં જ ₹10,000ની લાંચ સ્વીકારતા એ.સી.બી.ની ટીમે ઝડપી લીધા હતા. લાંચની રકમ ₹10,000 તેમની પાસેથી રિકવર પણ કરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન એ.સી.બી. સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.