હરિયાલ-કરંજ ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા.
રોકડ રકમ, અંગઝડતી, મોબાઈલ, મોટર સાઇકલ સહિત રૂ. 3,65,750 નો મુદામાલ જપ્ત.
માંડવી અરેઠ તાલુકામાં આવેલા હરિયાલ-કરંજ ગામે તીન પત્તીનો મોટાયાપે જુગાર રમતા હોવાની બાતમી પીઆઈ સી. બી.ચૌહાણને મળતા પોસઈ રાઠવા સહિત પોલીસ કાફલો રેડ કરતાં રંગે હાથ પાંચ જુગારીયો ઝડપી પાડ્યા
પીલીસે રોકડ રકમ,અંગઝડતી,મોબાઈલ,મોટર સાઈકલ સહિત કુલ રૂ. 3,65,750 નો મુ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપીઓ આ મુજબ છે. 1. અબ્દુલ હફીઝ બાંગી ઉર્ફે ગેંડો (ઉ.વર્ષ-49)(૨હે-તડકેશ્વર, રોહિતવાસ ફળીયુ), (2). મુસા અબુબકર દેસાઈ (ઉ.વર્ષ. 33)( રહે-તડકેશ્વર,થાણા ફળીયુ),(3).ભદ્રેશભાઈ છીતુભાઈ પંચાલ (ઉ.વર્ષ-30 ) (રહે.તડકેશ્વર, સુથાર ફળીયુ) (4). શાહરૂખ રહિમભાઈ પઠાણ(ઉ.વર્ષ-૩૩) (રહે.તડકેશ્વર,ગુંદી ફળીયુ),(5).સલિમભાઈ ઉર્ફે મુન્નો ઉમરભાઈ તૈલી (ઉ.વર્ષ-45)(હાલ રહે-કિમ-ચોકડી રોયલપાર્ક સોસાયટી મકાન નં.૨૪ તા.ઓલપાડ) (મુળ રહે-પાલીતાણા ગામ બસ ડેપોની બાજુમા) જેઓ દાવ પર લગાવેલ રોકડ રકમ રૂ.27,500,અંગઝડતી રૂ.46,250,મોબાઈલ નંગ-5ની કિંમત રૂ.1,47,000,અલગ અલગ કંપનીના ત્રણ મોટર સાઈકલ ની કિંમત રૂ.1,45,000 મળી કુલ રૂ. 3,65,750 નો મુદ્દામાલ રિકવર કરી પાંચયે આરોપીને જેલ ભેગા કર્યા હતા..
