વડનગરમાં 475 ઊંચો ટાવર 7 વર્ષથી બંધ હાલતમાં.
મોબાઈલ ટાવરને લઈ અકસ્માતનો ભય.
ઘાસકોળ દરવાજા પાસે ટાવર બંધ હાલતમાં.
વાવાઝોડા અને વરસાદમાં ટાવર તૂટી પડે તેવી શકયતા.
વડનગરના ઘાંસકોળ દરવાજા નજીક વર્ષો પહેલાં ઊભો કરાયેલો અને હાલ બંધ મોબાઈલ ટાવરના એક પછી એક સ્પેરપાર્ટસ નીચે પડી રહ્યા છે. જેને લઇ કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલાં ઉતરાવી લેવા રહીશોએ પાલિકા, મામલતદાર અને પોલીસને રજૂઆત કરી છે. આ ટાવરની બાજુમાં જ બૌદ્ધ સાઈટ પણ આવેલી હોઇ જો ટાવર પડે તો તેને પણ મોટું નુકસાન થઇ છે.
વડનગરના ઘાંસકોળ દરવાજા નજીક 475 ઊંચો ટાવર 7 વર્ષથી બંધ હાલતમાં છે જેમાંથી એક પછી એક સ્પેરપાર્ટસ નીચે પડી રહ્યા છે જેને પગલે વાવાઝોડા અને વરસાદમાં ટાવર તૂટી પડે તેવી શકયતાઓ સેવાઈ રહી છે ત્યારે
કુકરવગડાના માઢના રહીશએ જણાવ્યું કે વર્ષો પહેલાં 475 ફૂટ ઊંચો મોબાઇલ ટાવર ઊભો કરાયો હતો. જે સાત વર્ષથી બંધ છે અને તેના સ્પેરપાર્ટસ અવારજવાર તૂટીને નીચે પડે છે. ગત 14 જૂનના રોજ એક સ્પેરપાર્ટસ પડતાં નીચે સોલાર પ્લેટને નુકસાન થયું હતું. ઉનાળામાં ધાબા પર સૂતા પણ પરિવારો ડરી રહ્યા છે.
વર્ષોથી બંધ પડેલા ટાવરને કેટલીક જગ્યાએ કાટ લાગી ગયો હોવાથી વાવાઝોડામાં પડે તો જીવલેણ દુર્ઘટના પણ સર્જાઇ શકે છે. ટાવર પડે તો બાજુમાં આવેલી બૌદ્ધ સાઈટને પણ નુકસાન થાય તેમ છે. જો કોઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી તંત્રની રહેશે. આ અંગે મામલતદાર એન.બી.રાઠોડે જણાવ્યું હતું કે હજુ અરજી મળી નથી. પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી