સુરતના સારોલી પોલીસ મથક વિસ્તારમાં લાખોની ઠગાઈ
દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ લાખોની ઠગાઈ
ઠગાઈ આચરનાર ઠગોને સારોલી પોલીસે ઝડપી પાડ્યા
ઠગ ભાનુ પ્રકાશ ઉર્ફે ભવાની મેઘરામ શર્મા તથા બજરંગલાલ જગદિશપ્રસાદ મુદડા
સુરતના સારોલી પોલીસ મથક વિસ્તારમાં વેપારીઓનો દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ લાખોની ઠગાઈ આચરનાર ઠગોને સારોલી પોલીસે ઝડપી પાડ્યા છે.
સારોલી પોલીસ મથકમાં સુનીલ સત્યનારાયણ અગ્રવાલએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પાસે દલાલ મારફતે આવેલા ઠગ કાપડ વેપારીઓ ભાનુ પ્રકાશ ઉર્ફે ભવાની મેઘરામ શર્મા તથા બજરંગલાલ જગદિશપ્રસાદ મુદડાએ વિશ્વાસ અને ભરોસો કેળવી તેઓ પાસેથી 1 લાખ 96 હજારથી ધુનો માલ લઈ જઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી જે ફરિયાદના આધારે સુરત પોલીસ કમિશનરના આદેશથી સારોલી પી.આઈ. એસ.આર. વેકરીયા અને પીએસઆઈ એસ.બી. નકુમના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહેલ સ્ટાફે બન્ને ઠગો ભાનુપ્રકાશ ઉર્ફે ભવાની શર્મા તથા બજરંગલાલ જગદિશપ્રસાદ મુંદડાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.