અકસ્માતમાં ઈજાઓના પગલે સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત
પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ઈજાગ્રસ્ત ટ્રકના ચાલકને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત એક ની ગંભીર ઈજાઓના પગલે સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો
મળતી માહિતી અનુસાર વહેલી સવારે સમયે દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવેં પર સામાન ભરેલા ટ્રક ચાલકે પોતાનું ટ્રક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ઇન્દોર તરફથી દોડાવી લાવી ઇન્દોર તરફથી ઓઇલ ભરી દાહોદ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકને જોષભેર રીતે પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આં અકસ્માતમાં સામાન ભરેલ ટ્રકના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઓઇલ ભરેલી ટ્રક ડિવાઇડર પર ચડી જતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.અકસ્માતની જાણ દાહોદ તાલુકા પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ટ્રકના ચાલકને 108 મારફતે સારવાર અર્થે દાહોદ ના ઝાયડસ હોસ્પિટલ ખસેડી હાઇવે પર થયેલ ટ્રાફિકને હટાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે….