બોટાદમાં ભારે વરસાદને પગલે સાગાવદર ગામ પાસે ઈકો કાર પૂરમાં તણાઈ.
કારમાં સવાર 4 લોકોના મૃતદેહ મળ્યા.
કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદમાં લાઠીદડ ગામમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે બોટાદમાં લાઠીદડ ગામ પાસે ECO કાર તણાઇ ગઈ હતી. કારમાં 9 લોકો સવાર હતા જેમાં બેને બચાવી લેવાયા છે જ્યારે 6 લોકો ગુમ હતા જેમાંથી 4 લોકોના મૃતદેહ મળ્યા છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી હતી તે કારમાં સવાર લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર તણાયો હતો. બોટાદ પંથકમાં ભારે વરસાદના લીધે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગત 10 કલાકમાં બોટાદમાં 9.72 ઇંચ, ગઢડામાં 13.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ગઢડા પંથકમાં સ્થાનિક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે.
અસહ્ય બફારા બાદ જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ચોમાસાની ઋતુનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થયું છે. ગત મોડી રાત્રે 2થી 4 વાગ્યા સુધીના બે કલાકમાં બોટાદમાં 4 ઈંચ નોંધાયો હતો. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ગઢડામાં 14 ઇંચ, પાલીતાણામાં 12 ઇંચ, સિહોરમાં 11.6 ઇંચ, બોટાદમાં 11 ઇંચ, ઉમરાળામાં 10.4 ઇંચ, જેસરમાં 11 ઈંચ, મહુવામાં 9 ઈંચ અને રાજુલામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી