પહેલી વાર યોગ કરવા જઈ રહ્યા છો? તો પહેલા નિષ્ણાતે જણાવેલી આ વાતો જાણી લો

Featured Video Play Icon
Spread the love

પહેલી વાર યોગ કરવા જઈ રહ્યા છો? તો પહેલા નિષ્ણાતે જણાવેલી આ વાતો જાણી લો

આજે આંતરાષ્ટ્રીય યોગ દિવસ છે. ઘણા લોકો રોજ સંકલ્પ લેતા હોય છે કે રોજેરોજ યોગ કરવા છે પરંતુ કોઈ કારણને લીધે તે કરી શકતા ના હોય. આવી સ્થિતિમાં, જો તમે પહેલી વાર યોગ શરૂ કરવા જઈ રહ્યા છો, તો નિષ્ણાત દ્વારા જણાવેલી વાતોનું ધ્યાન રાખવું ખુબજ મહત્વપૂર્ણ હોય છે. દરેક વ્યક્તિએ યોગ શરૂ કરતી વખતે ઘણી વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ સમય દરમિયાન થયેલી ભૂલ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

ખાલી પેટ: યોગ ખાલી પેટે કરવો જોઈએ. આ માટે તમારે યોગ કરતા અડધા કલાક પહેલા પાણી પીવું જોઈએ અથવા પેટ ખાલી કરવા માટે ફ્રેશ થઈ જવું જોઈએ. જો તમે સવારે વહેલા યોગ નથી કરતા તો ધ્યાનમાં રાખો કે ભોજન કર્યાના ઓછામાં ઓછા 3 કલાક પછી યોગ કરો. જો તમે નાસ્તો કર્યા પછી યોગ કરી રહ્યા છો, તો ઓછામાં ઓછા 2 કલાકનો ગેપ હોવો જોઈએ. યોગા મેટ: યોગ કર્યા પછી તમારે મેટનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો યોગા મેટ આરામદાયક ન હોય, તો તે યોગ કરવામાં સમસ્યા ઊભી કરી શકે છે. કપડાની પસંદગી: યોગ માટે યોગ્ય કપડાં પસંદ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે આરામદાયક કપડાં પસંદ કરો, આ ઉપરાંત હવામાન અનુસાર આવા કપડાં પસંદ કરો જેથી તમે સરળતાથી યોગ કરી શકો. યોગ આસનો યોગ્ય કરો: યોગ કરતી વખતે યોગ્ય મુદ્રા અને યોગ્ય શ્વાસ લેવાની તકનીકનું ધ્યાન રાખો. આ સૌથી મહત્વપૂર્ણ છે. જો યોગની તકનીક ખોટી હોય તો તે તમને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. કયું યોગ આસન કેવી રીતે કરવું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત, જો તમે શરીરના દુખાવા અથવા બીમારીથી રાહત મેળવવા માટે યોગ કરી રહ્યા છો, તો નિષ્ણાત સાથે વાત કરો અને યોગ્ય યોગાસનો કરો. ખુલ્લી હવા: નિષ્ણાતો કહે છે કે જો તમે ખુલ્લી હવામાં એટલે કે તાજી હવામાં યોગ કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક બની શકે છે. આનાથી શરીરને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળશે. પરંતુ જો પ્રદૂષણનું લેવલ વધારે હોય, તો ઘરે જ યોગ કરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *