સુરતમાં બુટલેગરે જાહેરમાં રસ્તા વચ્ચે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો
‘ના પુલિસ કા ડર ન કાનૂન કા ખૌફ’, વિડિઓ વાયરલ
પોલીસે બુટલેગર ધવલ રાઠોડની ધરપકડ કરી
સુરતના મોટા વરાછા ખાતે રહેતા બુટલેગરે જાહેરમાં ચપ્પુથી કેક કાપી સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનુ ભંગ કર્યુ હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બુટલેગરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતમાં જાહેરમાં જન્મદિનની ઉજવણી કરવા પર પ્રતિબંધ હોવા છતા કેટલાક સમાજના દુશ્મનો જાહેરમાં જ અને તે પણ તિક્ષ્ણ હથિયારોથી બર્થ ડે કે કાપ પોતાનો વટ જમાવતા હોય છે. ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં ચપ્પુથી કેક કાપી ભાઈગીરી દેખાડનાર બુટલેગર ધવલ રાઠોડનો વિડીયો વાયરલ થતા તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી બુટલેગર ધવલ રાઠોડને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.