સુરતમાં હુમલાના ફરાર આરોપી ઝડપાયો
કાકા-ભત્રીજાની જોડીએ હુમલો કર્યો હતો
ટૂ-વ્હીલરમાંથી કપડું કાઢી ગાડી સાફ કરતાં જીવલેણ હુમલો
એક મહિના બાદ હોલસેલ ફ્રૂટ્સના વેપારીની ધરપકડ
અઠવા પોલીસ મથકની હદમાં ગોપીપુરા કાજીના મેદાનમાં યુવાન પર કરાયેલા જીવલેણ હુમલાના ગુનામાં નાસતા ફરતા આરોપીને અઠવા પોલીસે ઝડપી પાડ્યો છે.
અઠવા પોલીસ મથકની હદમાં ગત 16 મેના રોજ બે યુવાનો પર જુના ઝઘડાની અદાવતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્ોય હતો આ ગુનામાં અગાઉ કેટલાક આરોપીઓની અઠવા પોલીસે ધરપકડ કરી હતી જ્યારે આ જ ગુનામાં નાસતા ફરતા માથાભારે આરોપી એવા બડેખા ચકલા કાજીના મેદાન ખાતે રહેતા હુશેન અકબરઅલી સૈયદને પણ અઠવા પોલીસે ગોપીપુરા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને સળીયા પાછળ ધકેલી દીધો છે.