સુરતના લસકાણા પોલિસે યુવકનો જીવ બચાવ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતના લસકાણા પોલિસે યુવકનો જીવ બચાવ્યો
લસકાણા પોલીસ સ્ટાફની માનવતાભરી કામગીરી કરી
માનવતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ

સુરતના લસકાણા પોલીસ સ્ટાફે માનવતાભરી કામગીરી કરીને એક યુવકનો જીવ બચાવ્યો છે. ગઢપુર રોડ પર આવેલી કેનાલમાં પડેલા યુવકને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

સુરતના ગઢપુર રોડ પર આવેલી કેનાલમાં એક અસ્થિર મગજનો યુવક અચાનક ખાબકી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ લસકાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસકર્મીઓએ સમયસર કામગીરી હાથ ધરી યુવકને કેનાલમાંથી સહી-સલામત બહાર કાઢ્યો હતો. પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. યુવકને બહાર કાઢ્યા બાદ તેની જરૂરી સંભાળ લેવામાં આવી હતી. લસકાણા પોલીસની આ સરાહનીય કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી રહી છે. માનવતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ કામગીરીએ પોલીસની સકારાત્મક છબી વધુ મજબૂત બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *