સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી
ગુમ થયેલી માસુમ બાળાને પોલીસે શોધી કાઢી
પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો
સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી ગુમ થયેલી માસુમ બાળાને ગણતરીના કલાકોમાં જ પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મીલન કરાવ્યુ હતું.
સુરતમાં બાળાઓ ગુમ થવાની ઘટના બનતા જ પોલીસ એક્ટીવ થઈ જતી હોય છે ત્યારે સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં શીવ નગરમાં રહેતા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષીય બાળા રમતા રમતા ઘર પાસેથી ગુમ થઈ હતી જે અંગે પોલીસને જાણ કરાતા તાત્કાલિક સચીન જીઆઈડીસી પોલીસે ટીમો બનાવી હતી અને બાળાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે 45 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે 200થી વધુ લોકોની પુછપરછ કરતા આખરે કલાકોમાં જ માસુમ બાળાને સચીન જીઆઈડીસી ગભેણી રોડ મહાલક્ષ્મી સોસાયટી પાસેથી શોધી કાઢી પરિવારને સોંપતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
