સુરત રેલવે સ્ટેશન પર આર્મી જવાનનું મૌત

Featured Video Play Icon
Spread the love

સુરત રેલવે સ્ટેશન પર આર્મી જવાનનું મૌત
ટ્રેનમાંથી ઉતરતી વખતે અચાનક લપસી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત
તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા સારવાર દરમિયાન મૌત

સુરત રેલવે સ્ટેશન પર રાજસ્થાનના 44 વર્ષીય આર્મી જવાન ટ્રેનમાંથી ઉતરતી વખતે અચાનક લપસી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જો કે સારવાર મળે તે પહેલા જ આર્મી જવાનનુ મોત નિપજ્યુ હતું.

સુરત રેલવે સ્ટેશન પર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં રાજસ્થાનના 44 વર્ષીય આર્મી જવાન ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમનો પગ લપસતા તેઓ પ્લેટફોર્મ પર પટકાયા હતા. ઘટના બનતાં જ સ્ટેશન પર હાજર મુસાફરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જો કે ગંભીર ઈજાઓને કારણે આર્મી જવાનને સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ કરૂણ ઘટનાથી સ્ટેશન પર શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા આર્મી જવાનનું આ રીતે અકસ્માતમાં મૃત્યુ થતાં સૌએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *