સુરતમાં આજથી આષાઢ માસના અલુણા વ્રતનો પ્રારંભ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આજથી આષાઢ માસના અલુણા વ્રતનો પ્રારંભ
પવિત્ર પાંચ દિવસીય અલુણા વ્રતનો પ્રારંભ
ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના સાથે વ્રતની શરૂઆત

સુરતમાં આજથી આષાઢ માસના પવિત્ર પાંચ દિવસીય અલુણા વ્રતનો પ્રારંભ થયો છે. કુંવારી કન્યાઓ અને સૌભાગ્યવતી મહિલાઓએ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના સાથે વ્રતની શરૂઆત કરી હતી.

આષાઢ માસમાં મનાવવામાં આવતું પાંચ દિવસીય અલુણા વ્રત મુખ્યત્વે 12થી 13 વર્ષથી વધુ ઉંમરની કુંવારી કન્યાઓ તેમજ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું. જેના અનુસંધાને આજે સુરતના વિવિધ શિવ મંદિરોમાં યુવતીઓ અને મહિલાઓએ ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરી અલુણા વ્રતનો આરંભ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *