સુરેન્દ્રનગરમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારનો અકસ્માત
અકસાન બાદ હકાભા ગઢવીની પહેલી પ્રતિક્રિયા
સમયસર મદદથી તેમનો આબાદ બચાવ થયો હતો
ધ્રાંગધ્રા તાલુકાના બાઈસાબગઢ ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોરચ્યુનર કાર વરસાદી માહોલ દરમિયાન નદીમાં ખાબકી હતી. જોકે, તેમના મિત્રોની સમયસર મદદથી તેમનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, હકાભા ગઢવી પોતાની કારમાં માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે બાઈસાબગઢ અને પીપળા ગામ વચ્ચેના રસ્તા પર પાણી ભરાયેલું હતું. આ પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થતી વખતે તેમની કાર અચાનક નદીમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં જ તેમના મિત્રો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મિત્રો દ્વારા સમયસર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે હકાભા ગઢવીને સુરક્ષિત રીતે કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસાન બાદ હકાભા ગઢવીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ જતાં માર્ગની સ્થિતિનો અંદાજ ન આવવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટનાએ વરસાદી ઋતુમાં વાહનચાલકોએ પૂરતી સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર દર્શાવી છે. હકાભા ગઢવીનો આબાદ બચાવ થતાં સ્થાનિકો અને તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
