બનાસકાંઠા પાલનપુરના બ્રિજેશ બારોટે યુપીએસસી પરીક્ષા પાસ કરી.
યુપીએસસી ની પરીક્ષામાં બ્રિજેશ બારોટે 507મો ક્રમ મેળવ્યો.
બ્રિજેશે ચોથા પ્રયત્ને યુપીએસસીની પરીક્ષા પાસ કરી
બનાસકાંઠામાં પાલનપુરના હાઇવે વિસ્તારમાં રહેતા બ્રિજેશ બારોટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને પાલનપુર જ નહીં પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બ્રિજેશે આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં 507મો રેન્ક મેળવ્યો છે.
બ્રિજેશની આ સિદ્ધિ પાલનપુર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે. તેમની સફળતા અન્ય યુવાનો માટે પ્રેરણાસ્રોત બની રહેશે. આ સિદ્ધિ સાબિત કરે છે કે નાના શહેરમાંથી પણ કઠિન મહેનત અને દૃઢ નિશ્ચય સાથે UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવી શકાય છે. આ સિદ્ધિ સાથે તેઓ દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં જોડાવા માટે પસંદગી પામ્યા છે. તેમની સફળતાના સમાચાર મળતાં જ પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી