સુરતની લસકાણા પોલીસે પતરાના શેડમાં દારૂના ધંધા પર દરોડા પાડ્યા
વિદેશી દારૂ, કાર, મોબાઈલ સહિત લાખોના મુદ્દામાલ કબ્જે કર્યો
ત્રણ આરોપીની ધરપકડ કરી
સુરતની લસકાણા પોલીસે બાતમીના આધારે લસકાણા રિંગરોડ પાસે આવેલ પતરાના શેડમાં દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂ, કાર, મોબાઈલ સહિત લાખોના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ હાલ શહેરમાંથી દારૂ અને જુગારની બદીને દુર કરવા મેદાને છે ત્યારે સુરતની સરથાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લસકાણા રિંગ રોડ નજીક આવેલા પતરાના શેડ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે સ્થળ પરથી ભીખુ નાથુ પટેલ, રાકેશ શ્રવણ બિશ્નોઈ અને રામનિવાસ કનારામ બિશ્નોઈની ધરપકડ કરી 3.42 લાખથી વધુનો દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહિત 16 લાખ 42 હજારથી વધુની મત્તા કબ્જે કરી ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
