માંડવીના દેવગઢ નજીક વરેહ નદીમાંથી 42 વર્ષીયનો મૃતદેહ મળ્યો

Featured Video Play Icon
Spread the love

માંડવીના દેવગઢ નજીક વરેહ નદીમાંથી 42 વર્ષીયનો મૃતદેહ મળ્યો
ભારે વરસાદ વચ્ચે મચ્છી પકડવા ગયેલા મુકેશભાઈ નદીમાં ડૂબ્યા
ઘટનાની જાણ થતાં માંડવી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી
ભારે શોધખોળ બાદ ફાયર ટીમે મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો
મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી માંડવી પોલીસે હાથ ધરી

માંડવી તાલુકાના દેવગઢ ગામ નજીક કોલખડી ગામની સીમામાંથી પસાર થતી વરેહ નદીમાં ડૂબેલા 42 વર્ષીય મુકેશભાઈ ગવજીભાઈ ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ભારે વરસાદના કારણે વરેહ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. આ દરમિયાન મુકેશભાઈ મચ્છી પકડવા ગયા હતા, જ્યાં અગમ્ય કારણોસર તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ દ્વારા માંડવી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં માંડવી ફાયર ટીમના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળ બાદ મુકેશભાઈનો મૃતદેહ મળી આવતા ફાયર ટીમે તેને પાણીમાંથી બહાર કાઢી માંડવી પોલીસને સોંપ્યો હતો. આ કામગીરીમાં ફાયર ટીમના રાજેશભાઈ જોધપુરી, સોહિલભાઈ શેખ, જયેશભાઈ નાયકા, શૈલેષભાઈ ગામીત અને તેજસભાઈ ચૌધરી સહિતના જવાનોએ મહત્વની કામગીરી કરી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *