સુરતની વરાછા પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને ઝડપ્યો
આરોપી ભવદિપ અરવિંદ મકવાણાને ઝડપી પાડ્યો
સુરતની વરાછા પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોકકુમાર સહિતનાઓની સુચનાને લઈ પીઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ વીડી માળી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો વિજયસિંહ, અહેકો હરપાલસિંહ અને અપોકો વાસુરભાઈને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં સાત મહિનાથી નાસતા ફરતા આરોપી ભવદિપ અરવિંદ મકવાણાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
