સુરત ઉત્રાણ પોલીસે અમદાવાદમાં અપહરણ કરનાર આરોપીઓને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત ઉત્રાણ પોલીસે અમદાવાદમાં અપહરણ કરનાર આરોપીઓને ઝડપ્યા
રાજસ્થાનના ગુલાબપુર પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા
ફિરોજ છિત્તર કઠતને ઝડપી પાડી અપહ્યતને મુક્ત કરાવ્યો

ઉત્રાણ પોલીસે રાજસ્થાનના ગુલાબપુર પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા પામેલો અને હરીયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં કાર ચોરી તથા અમદાવાદમાં અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનારને મુક્ત કરાવ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાળા અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો સુધીરભાઈ તથા હસમુખભાઈને મળેલી બાતમીના આધારે અમદાવાદમાં અપહરણના ગુનામાં તથા રાજસ્થાનના ગુલાબપુર પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા પામેલો અને હરિયાણા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં કાર ચોરી કરનાર આંતર રાજ્ય આરોપી એવા ઘેવરચંદ ઉર્ફે અભિષેક ઘાચીરામ ગુર્જર તથા તેના સાથી ફિરોજ છિત્તર કઠતને ઝડપી પાડી અપહ્યતને મુક્ત કરાવી તેઓને ઝડપી પાડી તેઓનો કબ્જો અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *