સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ
યુવાનના આપઘાતને પગલે દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરાયુ
સુરતમાં રેલવે સ્ટેશન પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું
ભાજપ અને આરએસએસ વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા
કેરળમાં આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા યુવાનનુ શોષણ કરાયા બાદ તેણે આપઘાત કરતા સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતુ જેથી પોલીસે તેઓની અટકાયત કરી હતી.
કેરળમાં આરએસએસના કાર્યકર્તા દ્વારા યુવાનનું શોષણ કરતા તેને આપઘાત કરી લીધો હતો તો આપઘાત પહેલા યુવાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેથી યુવાનના આપઘાતને પગલે દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરાયુ છે. તો સુરતમાં રેલવે સ્ટેશન પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતુ. કેરળના યુવાનને ન્યાય અપાવવા આ આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ અને આરએસએસ વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. તો બીજી તરફ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કોંગી નેતા અને કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
