સુરતમાં રહેતા લાખો પરપ્રાંતીય લોકોની ભારે ભીડ દિવાળીનો તહેવાર,
છઠ્ઠ પૂજા અને બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને વતન જવા ઉમટ્યા
રેલ્વે પોલીસ સાથે સુરત પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો
સુરતને કર્મભુમિ બનાવનારાઓ હાલ દિવાળી તથા છઠ્ઠ પુજાને લઈ વતન જઈ રહ્યા હોય ત્યારે રેલ્વે સ્ટેશન પર ભારે ભીડનો લઈ રેલ્વે પોલીસ સાથે સુરત પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે.
દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈ રેલવેમાં મુસાફરોનો ભારે ઘસારો થયો છે. રેલવેમાં થતી ભીડ પર નિયંત્રણ રાખવા ડ્રોન દ્વારા સર્વેલેન્સ શરૂ કરાયુ છે. સુરત શહેર પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સંયુક્ત સંકલન કરાઈ રહ્યુ છે કારણ કે રેલ્વે દ્વારા રોજ 20 થી 25 હજાર મુસાફરો ઉત્તર ભારત તરફ માદરે વતન જઈ રહ્યા છે. મુસાફરોના ભારે ઘસારાને પહોંચી વળતા સ્થાનીય પોલીસ અને રેલવે દ્વારા વ્યવસ્થા કરાઈ છે. મુસાફરોને અગવડતા ન પડે તે માટે હોલ્ડિંગ કક્ષની પણ વ્યવસ્થા કરાઈ છે. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પરપ્રાંતના મુસાફરોની સંખ્યામાં વધારો અને ધસારાને ધ્યાનમાં રાખી જીઆરપી, આરપીએફ અને સુરત સીટી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે. રેલ્વે સ્ટેશન પર પણ સંપૂર્ણ વ્યવસ્થા છે. ટ્રેનમાં તમામ મુસાફરોને કતારબદ્ધ રીતે બેસાડી વતન રવાના કરવામાં આવી રહ્યા છે.
