સુરતમાં નકલીની બોલબાલા
ખોડીયાર ડેરી તથા સૌરાષ્ટ્ર ડેરીમાં એસઓજીના દરોડા
માખણનો શંકાસ્પદ 80 કિલો જેટલો જથ્થો કબ્જે કરાયા
સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે પુણા યોગીચોક ખાતે આવેલી બે ડેરીમાંથી એસઓજીની ટીમે શંકાસ્પદ માખણનો જથ્થો કબ્જે કરતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં ડુપ્લીકેટ ખાદ્ય પ્રદાર્થોનુ દિવાળી સમયે વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ સાથે સુરત પોલીસ પણ મેદાને છે ત્યારે સુરત એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરતના પુણા યોગીચોક વિસ્તારમાં આવેલ ખોડીયાર ડેરી તથા સૌરાષ્ટ્ર ડેરીમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ફુડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં માખણનો શંકાસ્પદ 80 કિલો જેટલો જથ્થો કબ્જે કરી દુકાનદારો અશોક લાલજી સોલંકી અને જીતેન્દ્ર કાલાભાઈ ઠુમ્મર સામે કાર્યવાહી હાથ ધરી હતી.
