સુરતમાં એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનુ શરૂ કરી દીધુ
એસટી વિભાગ દ્વારા 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનુ આયોજન કરાયુ
એસટી ડેપો પરથી બસોને મેયર સહિતનાઓ લીલીઝંડી આપી
દિવાળીને લઈ વતન જનારાઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનુ શરૂ કરી દીધુ છે ત્યારે એસટી ડેપો પરથી બસોને મેયર સહિતનાઓ લીલીઝંડી આપી હતી.
દિવાળીએ લોકો ઉજવણી કરવા પરિવાર સાથે વતન જતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા પણ દિવાળીને લઈ એક્સ્ટ્રા બસો દોડાવવાનુ શરૂ કરી દીધુ છે. સુરત એસટી વિભાગ દ્વારા એસટી ડેપો પરથી વધારાની બસોને લીલીઝંડી અપાઈ હતી. સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી તથા એસટી વિભાગીય નિયામક દ્વારા બસોને લીલીઝંડી અપાઈ હતી. તો આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્ર ખાતેની પણ એકસ્ટ્રા બસો દોડાવાઈ છે. એસટી વિભાગ દ્વારા 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનુ આયોજન કરાયુ છે.
