સુરતમાંથી હવે ડુપ્લીકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું
પિતા-બે પુત્ર મળીને ઓનલાઈન ડુપ્લીકેટ સામાનનો વેપલો ચલાવતા
પોલીસે રેડ કરી પર્દાફાશ કર્યો
સુરત એલસીબી શાખા ઝોન એકની ટીમે પુણા પોલીસ મથક વિસ્તારમાંથી ડુપલીકેટ કોસ્મેટીક ચીઝ વસ્તુઓને બનાવી ઈ કોમર્સ વેબસાઈટ પર વેચાણ કરનાર ત્રણને ઝડપી પાડ્યા હતાં.
સુરત એલસીબી ઝોન વન ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. સહદેવસિંહ અને અ.હે.કો. કરણસિંહએ મળેલી બાતમીના આધારે પુણાગામ રંગ અવધુત સોસાયટીના ગોડાઉન નંબર 3ના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ડુપ્લીકેટ કોસ્મેટીક વસ્તુઓ તથા કોમ્પ્યુટર, પ્રીન્ટર સહિત 12 લાખ 3 હજારથી વધુની મત્તા કબ્જે કરાઈ હતી. તો આરોપીઓ ઈ કોમર્સ પર ડુપ્લીકેટ કોસ્મેટીક વસ્તુઓનું વેબસાઈટ પરથી વેચાણ કરતા હતા. હાલ તો એલસીબી ઝોન વનની ટીમે ત્રણ આરોપીઓ બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ, નિરલ બાબુભાઈ ચૌહાણ અને સિધ્ધાર્થ બાબુભાઈ ચૌહાણને ઝડપી પાડી ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
