સુરતના અડાજણ વિસ્તારમાં કિશોરી અચાનક ગુમ

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણ વિસ્તારમાં કિશોરી અચાનક ગુમ
બંગલામાં ત્રણ મહિનાથી કામ કરતી 15 વર્ષિય કિશોરી અચાનક ગુમ
અડાજણ પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને એક બંગલામાં ત્રણ મહિનાથી કામ કરતી 15 વર્ષિય કિશોરી અચાનક ગુમ થતા પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ છે તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ તેજ કરી છે.

સુરતના અડાજણ વિસ્તારમાંથી 15 વર્ષની કિશોરી રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે. અડાજણની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલા એક બંગલામાં છેલ્લા ત્રણ મહિનાથી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી દીપાલી નિકુમ શુક્રવારે બપોરે અચાનક લાપતા થઈ ગઈ હતી. પરિવારજનોએ દીકરી સાથે કોઈ અઘટિત ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ તો સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી કિશોરીની શોધખોળ સાથે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *