ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવા માટે લગાવો એલોવેરા જેલ , ગરમીમાં પણ રહેશે ગ્લોઇંગ સ્કિન

Featured Video Play Icon
Spread the love

ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવા માટે લગાવો એલોવેરા જેલ
, ગરમીમાં પણ રહેશે ગ્લોઇંગ સ્કિન

ઉનાળાની ઋતુમાં ત્વચાનો ગ્લો ઘણો ઓછો થઈ જાય છે. પરસેવો, ધૂળ અને પ્રદૂષણ ત્વચાની ચમક છીનવી લે છે. આવી પરિસ્થિતિઓમાં, ઘણી વખત ત્વચા ખૂબ જ ઓઈલી થઈ જાય છે. અતિશય ગરમીમાં પણ તમારી ત્વચાને ફ્રેશ અને ચમકદાર બનાવવા માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. જે ચહેરા ઠંડક પણ આપે છે. બજારમાં ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. જોકે, તેની ઘણી આડઅસરો પણ છે. આથી જો તમે તમારી ત્વચાને કુદરતી રીતે સાફ કરવા માગતા હોય તો એલોવેરા જેલનો ઉપયોગ કરો. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો ત્વચામાંથી ગંદકી દૂર કરે છે,

એલોવેરા જેલ અને ગુલાબજળનો ઉપયોગ એલોવેરા જેલ અને ગુલાબજળનો ઉપયોગ કરીને, તમે ચહેરા પરના ખીલ અને ડલનેસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ માટે, એક ચમચી ફ્રેશ એલોવેરા જેલમાં ગુલાબજળના થોડા ટીપાં મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો. આ ફેસ માસ્ક ત્વચાને ઠંડક આપશે અને તાજગી જાળવી રાખશે. તમે એલોવેરા અને લીંબુનું મિશ્રણ લગાવી શકો છો. તે ટેનિંગ પણ દૂર કરે છે. આ માટે એલોવેરા જેલમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને લગાવો. લગભગ 10 મિનિટ સુધી રાખ્યા પછી, તેને ઠંડા પાણીથી ધોઈ લો. આનાથી ત્વચા ચમકતી રહેશે.એલોવેરા જેલને બરફની ટ્રેમાં ભરો અને તેને ફ્રીઝ કરો. દરરોજ સવારે એક ક્યુબથી તમારા ચહેરા પર માલિશ કરો. આ પરસેવો ઓછો કરશે અને પોર્સને પણ ટાઈટ કરવામાં મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *