વિવાદિત સોનગઢ પોખરણ કાર્યરત સ્ટોન કવોરી

Featured Video Play Icon
Spread the love

વિવાદિત સોનગઢ પોખરણ કાર્યરત સ્ટોન કવોરી
સ્ટોન કવોરી બંધ કરાવવા ગ્રામજનોનો કલેકટરને આવેદન

વિવાદિત સોનગઢ પોખરણ કાર્યરત સ્ટોન કવોરી બંધ કરાવવા ગ્રામજનોનો કલેકટરને આવેદન

તા.1 ડિસેમ્બર 2025 ના રોજ જિલ્લા કલેકટર કચેરીએ પોખરણ ગ્રામજનો આવેદન આપવા ગયા હતા અને જણાવ્યું હતું કે ભારતીય બંધારણના અનુચ્છેદ-૨૧ મુજબ વ્યાખ્યાયિત જીવવાના હકમાં પ્રદુષણ મુકત વાતાવરણમાં રહેવાના હકકનો પણ સમાવેશ થાય છે, જેથી પથ્થર તોડવાની કવોરીને. રહેણાંક વિસ્તારમાં ચાલુ કરવાની પરવાનગી આપી જ ન શકાય, તેમ છતા મંજુરી આપી કવોરીમાં હાઈબ્લાસ્ટીંગ અવાજથી વાયુ પ્રદુષણ, ધ્વની પ્રદુષણ, જળપ્રદુષણ ફેલાવી રૂલિંગ વ્યવહાર આધારના વિશ્વશાંતિ અને સલેહશાંતિનો ભંગ કરેલ છે,જેથી સામાન્ય સભાના ગેરકાયદેસર ઠરાવના આધારે ઠરાવ પ્રસાર કરવા માટે માત્ર બે વ્યક્તિઓની સહીથી ઠરાવ પ્રસાર કરેલ છે તેને સર્વસંમતિથી કે સર્વાનુમતે ઠરાવ પ્રસાર કરેલ કહી શકાય નહીં જેથી સહજાનંદ સ્ટોન કવોરી ફરી રિન્યુ કરી ચાલુ કરવાની પરવાનગી આપેલ છે તે પરવાનગી તાત્કાલીક ધોરણે રદ કરી કવોરી બંધ કરવાની તાપી કલેકટરને નમ્ર વિનંતી સાથે અપીલ કરી હતી, ગ્રામજનો પોખરણ, તા.સોનગઢના સર્વે નં.૬૬, ૬૭ માં આવેલ સહજાનંદ સ્ટોન કવોરીને અડીને જમીન તથા રહેણાંક વિસ્તાર આવેલ છે જેથી સ્ટોન કવોરી પર દિવસ દરમિયાન બે વખત બસો-ત્રણસો હોલનું બ્લાસ્ટીંગ કરવામાં આવે છે, એ બ્લાસ્ટીંગથી થતી ધ્રૂજારીના કારણે નજીકમાં આવેલ શાળામાં ભણતા નાના ભુલકાઓ ડરી જાય છે. તેમજ બોર-કુવાઓમાં ઉનાળાના સમયગાળા દરમિયાન પાણીના સ્તર ખુબ નીચે જતા રહેતા હોય પીવાના પાણી માટે કે જમીન પિયત કરવા માટે પાણીની ખુબ જ અછત પડે છે, માટે ગ્રામજનોને આર્થિક રીતે ખુબજ નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે વધુમાં બ્લાસ્ટીંગને લીધે કાંચા-પાકા–મકાનોમાં પરાવાર નુકશાન તથા ટ્રસ્ટ-પાવડર-રંજકણ ઉડવાથી જમીનની ફળદ્રુપતા વર્ષો વર્ષ ઘટતી જાય છે તેમજ સ્ટોન કવોરીની આજુબાજુ રહેતા ખેડૂતો માટે જીવનનિર્વાહ એકમાત્ર આધાર જમીન અને પશુપાલન છે એ જમીનમાં જ ફળદ્રુપતા ઘટતી જાય છે તથા કવોરીની ત્રિજયામાં પશુ માટેનુ ગૌચર—ઘાસચારો રંજકણ વાળો થઈ જાય છે જેથી ઘાસચારો ચરાવવા લાયક રહેતો નથી માટે પશુ પક્ષી કે માનવ જીવન ટકાવી રાખવુ મુશ્કેલ થતુ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *