પટકથા લેખક જાવેદ અખ્તરે પાકિસ્તાનને લઈને કરી વાત

Featured Video Play Icon
Spread the love

પટકથા લેખક જાવેદ અખ્તરે પાકિસ્તાનને લઈને કરી વાત
ઓપરેશન સિંદૂરથી લીધો પહલગામ આતંકવાદી હુમલાનો બદલો
મને નર્ક અથવા તો પાકિસ્તાન જવાનો વિકલ્પ આપો તો હું નર્કમાં જવાનું પસંદ કરું

બોલિવુડના પટકથા લેખક જાવેદ અખ્તર (જાવેદ અખ્તર) સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે ફરી એકવાર તે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. જાવેદ અખ્તરે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી.

બોલિવુડના પટકથા લેખક જાવેદ અખ્તરે એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે, જો તેમની પાસે પાકિસ્તાન અને નર્ક આ બન્નેમાંથી કોઈ એક જગ્યાએ જવાનું હોય તો તેઓ નર્કમાં જવાનું પહેલા પસંદ કરશે. આડકરતી રીતે જાવેદ અખ્તરે પાકિસ્તાનને નર્ક કરતા પણ વધારે ખરાબ ગણાવ્યું છે. જોકે, પાકિસ્તાનની હરકતો પણ એવી જ છે. આ દરમિયાન જાવેદ અખ્તરે એવું પણ કહ્યું હતું કે, તેમને ભારત અને પાકિસ્તાન બન્ને દેશોમાંથી ગાળો પડે છે. વધુંમાં કહ્યું કે, ‘મને જે પણ કઈ મળ્યું છે તે, અહીંથી જ મળ્યું છે. મુંબઈ મહારાષ્ટ્રની કર્મભૂમિ છે જ્યાંથી મને આટલું મળ્યું છે. હું ફક્ત સાડા 19 વર્ષનો હતો ત્યારે મુંબઈ આવ્યો હતો, આજે હું જે કંઈ પણ બન્યો છું, મેં જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે, જ્યાં પણ પહોંચ્યો છું, આ બધું મુંબઈ, મહારાષ્ટ્રની કર્મભૂમિ છે’. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જાવેદ અખ્તરના નિવેદનોની ખૂબ ચર્ચા થઈ હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ મામલે પણ જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા દ્વારા પોતાના નિવેદનો આપ્યાં હતાં. પાકિસ્તાનની દરેક બાજુથી આલોચના થઈ રહી છે. ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. પહલગામ આતંકવાદી હુમલાનો ઓપરેશન સિંદૂરથી બદલો પણ લીધો છે. એટલું જ નહીં પરંતુ આતંકવાદ સામે ભારતનું ઓપરેશન સિંદૂર યથાવત રહેશે તેવું ભારતીય સેના અને વડાપ્રધાને પણ કહ્યું હતું. કૌશિક પટલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *