સુરતમાં પાંચ શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો
ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનું માહોલ
યુવક પર તિક્ષણ હથિયારોથી જીવલેણ હુમલો
સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલા કાજીકા મેદાન નજીક આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ચારથી પાંચ શખ્સોએ મળીને 25 વર્ષના યુવક પર તિક્ષણ હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, હુમલો અઠવા હદ હેઠળ આવતા તીન બત્તી વિસ્તારમાં થયો હતો. ઈદરીશ શેખ નામના યુવક પર કેટલાક શખ્સોએ તલવારથી અચાનક હુમલો કર્યો હતો. હુમલો ખાસ કરીને યુવકના માથાના ભાગે કરવામાં આવ્યો, જેના પગલે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલા બાદ સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ અઠવા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હુમલાખોરોને પકડવા માટે સક્રિય તપાસ શરૂ કરી દીધી છે. ઈજાગ્રસ્ત ઈદરીશ શેખને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. હજુ સુધી હુમલાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જોકે પોલીસ આ ઘટનાને લઈને વિગતવાર તપાસ શરૂ કરી છે અને નજીકના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. અઠવા વિસ્તારમાં આ પ્રકારની ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનું માહોલ ઊભો કર્યો છે. પોલીસ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.