સુરતમાં એમ્બ્યુલન્સને સાઈડ ના આપનાર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં એમ્બ્યુલન્સને સાઈડ ના આપનાર ઝડપાયો
ભેસ્તાન પોલીસે આરોપી ડ્રાઈવરને ઝડપી પાડ્યો
મોયુનુદ્દીન મહંમદ ચાંદીવાલાની ધરપકડ

બીઆરટીએસ રૂટમાં કાર હંકારી એમ્બ્યુલન્સને સાઈડ ન આપનાર કાર ચાલકને ટ્રાફિક પોલીસ અને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં 17 મે, 2025એ 108 એમ્બ્યુલન્સની આગળ બીઆરટીએસ રૂટમાં કાર હંકારનારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઈમરજન્સી હોવા છતાં પણ એમ્બ્યુલન્સને સાઈડ આપવામાં આવી ન હતી. આ બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી મોયુનુદ્દીન મહંમદ ચાંદીવાલા નામના કારચાલકને શોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે કારચાલકે પોતાના બચાવમાં કારમાં બાળકે ચાલુ ફરેલા મ્યુઝિક સિસ્ટમમાં સાયરન ન સંભળાયું હોવાનો બચાવ કર્યો હતો.બીઆરટીએસ રૂટમાં કાર ચલાવવી ગેરકાયદેસર છે. તેમ છતાં કારચાલક ભેસ્તાન ઉન તરફ જવાના બીઆરટીએસ રૂટ ઉપર પોતાની કાર સતત હંકારતો હતો. પાછળથી 108 એમ્બ્યુલન્સ દ્વારા સતત સાયરન વગાડવામાં આવી રહ્યો હોવા છતાં પણ સાઈડ આપતો ન હતો અને તેની કારને એમ્બ્યુલન્સની આગળ ચલાવતો હતો. વીડિયો વાઇરલ થતાં પોલીસે અને ટ્રાફિક વિભાગે કારચાલકની તપાસ શરૂ કરી હતી અને ઝડપી પાડ્યો હતો. પોલીસે નિયમના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *