સુરતમાં એમએસએમઈ સહિતના ઉદ્યોગકારોને રાહત અપાઈ
રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત અપાઈ હોય તેમ 1349 કરોડનુ ઈન્સેન્ટિવ
રાજ્યમાં વધુમાં વધુ ઉદ્યોગો આવે તે માટેના પ્રયાસ
સુરતમાં એમએસએમઈ સહિતના નાના મોટા ઉદ્યોગકારોને રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત અપાઈ હોય તેમ 1349 કરોડનુ ઈન્સેન્ટિવ ઈ માધ્યમથી અપાયુ છે.
સુરતના એમએસએમઈ સહિત નાના અને મોટા ઉદ્યોગકારોને રાજ્ય સરકાર તરફથી 11029 ઉદ્યોગના લાભાર્થીઓને 1349 કરોડનું ઈન્સેન્ટિવ ઇ માધ્યમથી આપવામાં આવ્યું છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યુ હતું કે મુખ્યમંત્રીનો આગ્રહ હોય છે કે કોઈ પણ ધક્કા વગર લોકોની કામગીરી કઈ રીતે થઈ શકે. ઈન્સ્ટેન્ટિવ ઝડપથી મળે તેવા પ્રયાસ કરાયા હતા અને પ્રયાસમાં સહયોગ આપશો તો 100 ટકા કામગીરી થશે તેમ જણાવ્યુ હતું. ઉદ્યોગના લોકો પાસેથી સહયોગની અપેક્ષા છે. પોતે તમે સિસ્ટમની એરર કરો, પછી ધક્કા ખાવાનો વારો આવે. આવનારા સમયમાં તમારે કોઈની ભલામણ ન કરવી પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ઈન્સેન્ટિવ તમારા ખાતામાં ઝડપથી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. કામગીરીમાં એરર રાખો તો જ ધક્કા ખાવા પડે. ઈન્ડસ્ટ્રીઝ ના સ્ટેક હોલ્ડર દ્વારા જે સૂચનો આવશે તે દિશામાં સરકાર આગળ વધશે. દરરોજ કંઈક નવું શીખવાનું સરકાર આયોજન કરતી હોય છે. આપના દેશમાં અને ગુજરાતમાં સૌથી મોટી ગારમેન્ટ સેક્ટરમાં તક રહેલી છે.
આ એક મોટી તક છે. નાની નાની ભૂલો નીકળવાના બદલે તકલીફનું સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ તે દિશામાં આગળ વધવાનું છે. આપના રાજ્યમાં વધુમાં વધુ ઉદ્યોગો આવે તે માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે. રાજ્યમાં વધુ વસ્તુની વ્યવસ્થા અને અન્ય રાજ્યમાં બે ટકા ઈન્સેન્ટિવ આપે તેના લોભ માં આપણે શા માટે અન્ય રાજ્યમાં જવું તેવા સવાલો કર્યા હતાં. ગારમેન્ટ સેક્ટરમાં ગુજરાત આવનારા સમયમાં મોટું લીડર તરીકે ઉભરાશે. અનેક ઈન્કવાયરીઓ આવી રહી છે. ટ્રાઈબલ ડિસ્ટ્રીક્ટની અંદર મહિલાઓને રોજગારી આપી શકાય તે માટેના પ્રયાસ સરકાર કરી રહી છે. ત્રણ ચાર માસની અંદર જે સૂચનો આપ્યા હતા તેમાં 7 વિષયોનો નિકાલ કરી શક્યા છે. જ્યારે 18 જેટલા વિષયો પર હાલ ચર્ચા ચાલી રહી છે. ગાંધીનગર સુધી લોકોને ધક્કા ન ખાવા પડે તે માટેની વ્યવસ્થા આપણે અહીં કરી રહ્યા છે.
