માંડવી નગર તથા તાલુકામાં ભક્તિભાવ માહોલ
ભારે હૈયે અશ્રુભીની આંખે વિઘ્નહર્તા ગણેશ દાદાનું વિસર્જન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિનામૂલ્યે શરબત અને પાણીનું વિતરણ .
માંડવી નગર તથા તાલુકામાં આજરોજ ગણેશ વિસર્જન નિમિત્તે ભક્તિભાવ સાથે ભારે હૈયે અશ્રુભુની આંખે વિઘ્નહર્તા દુંદાળા દેવને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા.
માંડવી નગરમાં કુલ 43 મૂર્તિઓ તેમજ તાલુકામાં 123 મૂર્તિની ભક્તિભાવ માહોલમાં સ્થાપના કરાયેલ હતી, આજરોજ અનંત ચૌદસના દિને માંડવી નગરપાલિકા દ્વારા બનાવેલ કુત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ભક્તો દ્વારા ડીજેના સથવારે આખા નગરમાં શોભાયાત્રા કરવામાં આવી હતી અને ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નારા સાથે માંડવી નગર ગણેશ મય બન્યું હતું. આ વખતના ગણેશ મહોત્સવમાં ભક્તોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો જેમાં માંડવી પાલિકા દ્વારા લાઈટની વ્યવસ્થા તેમજ તરવૈયાની ટીમ તેનાત કરવામાં આવી હતી અને ક્રેન મદદથી દાદાની મૂર્તિને વિસર્જિત કરાઈ હતી, માંડવી પાલીકા દ્વારા સુંદર સહયોગ આપવામાં આવેલ હતો. ગણપતિ વિસર્જનનો રૂટ માંડવી મામલતદાર કચેરીથી સાઈ મંદિર થઈ અંબાજી માતાના મંદિર થઈ સુપડી વિસ્તાર થઈ ધોબણી નાકા થઈ બિલકેશ્વર મહાદેવના મંદિરની પાછળના ભાગે આવેલ માંડવી પાલિકા દ્વારા બનાવેલ કુત્રિમ તળાવમાં ગણેશ દાદાને વિસર્જન કરવામાં આવ્યા હતા, જેમાં નાયબ નિરીક્ષક બી.કે વનારની નિગરાની હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો .જેમાં ત્રણ પીઆઇ પાંચ પીએસઆઇ 100 પોલીસ જવાનો 80 હોમગાર્ડ તથા 260 જીઆરડી જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
