સોનગઢમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુધાળા દેવની વિદાય
વરસાદના વિરામ વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ
સોનગઢ ખાતે ગણપતિ વિસર્જનને લઇ વિવિધ આયોજકોમાં સવારથી જ ઉત્સવ જોવા મળ્યો હતો. બાપાની આરાધના બાદ અને વરસાદના વિરામ વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયા પૂરચા વર્ષી લવકર યા ના નાદ સાથે દરેક આયોજકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જોકે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, ખાસ તકેદારીના ભાગરૂપે સોનગઢ નગરપાલિકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમ ઓવારા પાસે ખાસ મૂકવામાં આવી હતી અને વિસર્જનના સમયે સોનગઢ નગરપાલિકા દ્વારા બાપાને ચડાવવામાં આવેલ ફૂલહાર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી
