અમરેલી વડિયામાં કમોસમી વરસાદને લઈને કોંગ્રેસના પ્રતિક ધરણા
કમોસમી વરસાદ બાદ વડિયામાં પ્રતિક ધરણા કર્યા
કપાસ-મગફળીના નમૂના મામલતદાર કચેરીએ રજૂ કરી કર્યો વિરોધ
ગુજરાતમાં કમોસમી વરસાદ પછી ખેડૂતોને સહાય આપવા સહિત ખેડૂતોની સમસ્યાઓને લઈને વધતી નારાજગી વચ્ચે કોંગ્રેસનું “ખેતી બચાવો” સત્યાગ્રહ આંદોલનને પગલે વડિયામાં કોંગ્રેસના પ્રતિક ધરણા.
ગુજરાતમાં કમોસમી વરસાદ પછી કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અને પોસ્ટ દ્વારા કરેલી અપીલમાં સરકારના ઓનલાઇન ડિજિટલ સર્વે વિરુદ્ધ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ગ્રામપંચાયતોમાં બેસીને ઠરાવ પસાર કરીને સર્વે કરનાર અધિકારીઓને કોઈ જગ્યાએ જવા દેવા નહીં. આ આંદોલન દ્વારા ખેડૂતોના દેવા માફ કરાવવા અને સરકારને જાગૃત કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સરપંચો અને ખેડૂતોને વિનંતી કરી છે કે તેઓ તરત જ ગ્રામપંચાયતની બેઠકો બોલાવીને આ વિરુદ્ધ ઠરાવ પસાર કરે. તેમણે કહ્યું, “ઠરાવ કરીને આપી દો, સરકાર ગતકડાં બંધ કરે અને ખેડૂતોના દેવા માફ કરે. સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદથી વેરાયેલા વિનાશ પછી સરકારે ખેડૂતોને સહાય આપવા માટે ડિજિટલ સર્વેના આદેશ આપ્યા હતા. જોકે, ખેડૂતો પોતે જ સર્વેનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આજે કોંગ્રેસે “ખેતી બચાવો” સત્યાગ્રહ આંદોલનને પગલે વડિયામાં કોંગ્રેસના પ્રતિક ધરણા કર્યા છે
ખેડૂતોના વ્હારે કોંગ્રેસે આવીને ખેડૂતોને આક્રમક વિનંતી કરી છે કે, ખેડૂતો જ્યાં સુધી રોડ પર આવશે નહીં ત્યાર સુધી સરકાર જાગશે નહીં. તેમણે કહ્યું કે, આંદોલન અને સત્યાગ્રહ થકી જ સરકાર ઉપર દબાણ લાવી શકાય છે. ખેડૂતોને પોતાના દેવા માફ કરાવવા હોય તો આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાઓ. કમોસમી વરસાદ પછી ખેડૂતોને થયેલા વ્યાપાક નુકશાન બાદ સરકારે ખેડૂતોને સહાય આપવાની વાત કરી છે. પરંતુ આ પહેલા સરકારે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. હવે આ સર્વે ક્યારે પૂર્ણ થાય છે અને ખેડૂતોને કેટલી અને ક્યારે સહાય ચૂકવવામાં આવે છે, તે પ્રશ્નનો જવાબ અત્યાર સુધી મળ્યો નથી. તેથી કોંગ્રેસે સરકારને ઘેરીને સર્વે કરવાની જગ્યાએ ખેડૂતોને સીધી સહાય આપવાની માગ કરી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
