સુરતમાં ઝોન-5 માં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
ખોવાયેલ વસ્તુઓ મળી આવ્યા બાદ મુળ માલિકોને વસ્તુઓ પરત
321 ફરિયાદીઓને 1.14 કરોડ નો મુદ્દામાલ પરત કરાયો
સુરતમાં ચોરાયેલ કે ખોવાયેલ વસ્તુઓ મળી આવ્યા બાદ સુરત પોલીસ મુળ માલિકોને તેમની વસ્તુઓ પરત કરે છે ત્યારે સુરત શહેર ઝોન-5 માં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 321 ફરિયાદીઓને 1.14 કરોડ નો મુદ્દામાલ પરત કરાયો હતો.
રાજ્ય સરકારની પ્રજાભિમુખ અને પારદર્શી વહીવટી પ્રક્રીયાના ભાગરૂપે સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમ સિંઘ ગહલૌત નાઓની સુચના મુજબ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર રોક્ટર-2 કે.એન.ડામોરના માર્ગદર્શન હેઠળ ઝોન-5 વિસ્તારના ઉત્રાણ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ આમ 5 પોલીસ સ્ટેશનો માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન અમરોલી છાપરાબાઠા રોડ પર આવેલ આર.વી.પટેલ કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના સિનિયર રિપોર્ટર દવે જગદીશભાઈ ના નિવાસ્થાને ગત 10 એપ્રિલ 2025 ના રોજ થયેલી ઘરફોડ ચોરીના સોનાના દાગીનાઓ પણ સુપ્રત કરવામાં આવ્યા હતાં. ઝોન-5 ના નાયબ પોલીસ કમિકાર લખધીરસિંહ ઝાલા નાઓ સહીત ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર કે ડીવીઝન તથા એલ ડીવીઝન તેમજ તમામ પોલીસ મથકના ઈન્ચાર્જ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મુદ્દામાલ ફરીયાદી તથા અરજદારોને પરત આપ્યુ હતું. જેમાં ફોર વ્હીલર ગાડીઓ, ઓટો રીક્ષા-, ટુવ્હીલર મોપેડ તેમજ રીકવર કરાયેલા મોબાઈલ ફોન નંગ, બેટરી, તથા રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી 1,14,32,125 નો મુદ્દામાલ કોર્ટની મંજુરી મેળવવાની પરત કરાયો હતો.
