આગામી દિવસોમાં બોર્ડની પરિક્ષાને પોલીસનું જાહેરનામું

Featured Video Play Icon
Spread the love

આગામી દિવસોમાં બોર્ડની પરિક્ષાને પોલીસનું જાહેરનામું
રાત્રે 10 વાગ્યા બાદ ડીજે વગાડવા પર પ્રતિબંધ મુક્યો
રાત્રે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ
બિનજરૂરી હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ મુકાયો

આગામી દિવસોમાં બોર્ડની પરિક્ષા શરૂ થઈ રહી હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડી શહેરમાં રાત્રે 10 વાગ્યા બાદ ડીજે વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે.

આગામી 26મી ફેબ્રુઆરીથી બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે બોર્ડ પરીક્ષાને લઇ રાત્રે 10 વાગ્યા બાદ ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડી આજથી અમલવારી શરૂ કરાવી છે જેમાં રાતે 10 વાગ્યા બાદ લાઉડ સ્પીકર કે ડીજે નહિ વગાડી શકાય સાથે રાત્રે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ અને બિનજરૂરી હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. જો કોઈ જાહેનામાનુ ઉલ્લંઘન કરશે તેની સામે કાર્યવાહી કરાશે તેમ પણ જણાવાયુ છે. તો પરિક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વાંચવા કે ભણવામાં તકલીફ ન પડે તે માટે નિર્ણય લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *